કચ્છમાં ઠંડીનો ચમકારો : નલિયા 13.4 ડિગ્રી
હવામાન વિભાગ દ્વ્રારા વાઘબારસના દિવસથી જ કચ્છમાં મોડી રાતથી વહેલી સવાર સુધી અનુભવાતી ઠંડીમાં વધારો થયો હતો. જિલ્લાના તમામ મથકોમાં લઘુતમ પારો એકથી દોઢ ડિગ્રી ગગડયો હતો. નલિયામાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 13.4 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન સિઝનમાં સૌથી ઠંડી રાત્રિ અનુભવાઇ હતી. રાજ્યમાં વલસાડ બાદ નલિયા 2 ક્રમનું ઠંડું મથક બન્યું હતું. આ તરફ કંડલા (એ.)માં 15.4 અને કંડલા પોર્ટમાં 17.5 ડિગ્રી તાપમાને અંજાર-ગાંધીધામમાં ઠંડીની અનુભૂતિ થઈ હતી. જિલ્લામથક ભુજમાં પણ એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 18.2 ડિગ્રીએ અટક્યો હતો. ઉત્તર-પૂર્વીય દિશાએથી પવન ફુંકાવાનું શરૂ થતાં આગામી દિવસોમાં લઘુતમ પારો હજુ 2 થી 3 ડિગ્રી ગગડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા જ્ણાવામાં આવ્યું હતું.
-મળતી માહિતી