અમદાવાદમાં ફરીથી લાગ્યું કફ્યુ જે રહેશે 60 કલાકનો.
દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો વધારો થતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ છે ત્યારે મહાનગરપાલિકાએ શુક્રવારે રાત્રિના 9:00 વાગ્યા થી સોમવારે સવારે 6:00 વાગ્યા સુધી 60 કલાક માટે`સંપૂર્ણ કરફયુ’ની જાહેર કર્યું છે અને ત્યારબાદ પણ રાત્રિના 9:00 થી 6:00 સુધીનો નાઇટ કરફયુ રહેશે. અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના દ્વ્રારા જણાવ્યા અનુસાર 60 કલાક દરમ્યાન માત્ર દૂધ અને દવાની દુકાન ખુલ્લી રહેશે. સોમ, મંગળ અને બુધવાર એમ ત્રણ દિવસમાં જ કુલ 679 કેસો આવતા બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા માંડીયા છે જેને લઇને અમદાવાદમાં ફરી એકવાર શુક્રવારે રાત્રે 9:00 વાગ્યા થી સવારના 6:00 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. તા. 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ ઉઠાવી લીધા બાદ ફરી વાર કરફ્યૂ લાગવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે. અને હવે ફરી સૂચના ન મળે ત્યાં સુધી આ કરફ્યૂ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. હવે અગાઉની જેમ જ જો રાત્રે તમે કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર ફરતાં દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ સહિતની તમામ દુકાનો બંધ રહેશે. તેમના દ્વારા જાણવા મળ્યું હતું કે,મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે રાજ્ય સરકાર દ્વારા આગવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઑ માટે જરૂરી બેડની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ખોટી અફવાથી દૂર રહવું અને સરકારની કામગીરીને સહયોગ આપવો. અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વ્રારા વધુમાં જણાવા મળ્યું હતું કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 400 બેડ ખાલી છે. અને સરકારી હોસ્પિટલમાં 2237 બેડ ખાલી છે. અમદાવાદમાં વધુ 20 એમ્બ્યુલન્સની ફાળવણી પણ કરવામાં આવી છે. લોકડાઉન સમયે જ્યારે કોરોની સંખ્યા ગુજરાતમાં વધુ અંક પર હતો , ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ થઇ શકે છે. આવી સ્થિતિ અન્ય હોસ્પિટલમાં પણ થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે.તેથી રાત્રીના 9:00 થી સવારના 6:00 ના કરફ્યૂ દરમિયાન રાત્રિ બજાર, રેસ્ટેરન્ટ અને હોટેલ, બસ સેવા, થિયેટર, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ, મેડિકલ સ્ટોર્સ સહિત તમામ દુકાનો ફરજિયાત રીતે બંધ કરવાની રહેશે.
-મળતી માહિતી