ફટાકડા ફોડવા મુદે યુવાનો વચ્ચે બોલાચાલી.

ગાંધીધામમાં ફટાકડા ફોડવા મુદ્દે યુવાનને તલવાર ઝીંકાઇ ગણેશનગરમાં રહેતા ભાવેશ પ્રેમજીભાઇ દાફડાએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ તા.15-11 ના રાત્રે બન્યો હતો જેમાં તે પોતાના માસિયાઇ ભાઇ અશ્વિન વિંજોડા સાથે ગણેશનગર ચોકમાં અંબાજી મંદિર પાસે ગોવિંદ રોશિયાની દુકાન પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે વાવાઝોડા ઝૂંપડામાં રહેતો અકાઇ સાયચા બે અજાણ્યા ઇસમોને લઇને આવ્યો હતો અને અહીં ફટાકડા કેમ ફોડો છો કહેતાં તહેવાર ઉજવીએ છીએ તેવો જવાબ આપતાં 3એ જણાએ ગાળો બોલી ધક બુશટનો માર માર્યો હતો.અને અકાઇ સાયેચાએ તલવાર ભાવેશના માથામાં ફટકારી ઇજા પહોંચાડી હતી. આ ત્રણેને સાહિલ માતંગ ત્યાંથી લઇ ગયો હતો. જેમાં જતાં જતાં જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરીયાદિએ જણાવતાં ચારે વિરુધ્ધ એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

-મળતી માહિતી