ભાઇના ઘરે જમવા જવાની ના પાડતા મહિલાએ કર્યો આપઘાત.

જામનગર જિલ્લામાં આવેલા ભાવાભી ખીજડીયા ગામે પતિએ ધર્મના ભાઇના ઘરે જમવા જવાની ના પાડતા મનમાં લાગી આવ્યું હતું ને પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઑ સારવાર દરમ્યાન મૃત્યું પામ્યા હતા.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના મનીષાબેન મુકેશભાઇ મકવાણા (ઉ.વ.37) નામના મહિલાએ ગઇકાલે પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઇએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં મૃતકે પોતાના માનેલા ભાઇને ત્યાં જમવા જવાનું કહેતા પતિએ ના પાડી હતી. જેને કારણે મનમાં લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.

-મળતી માહિતી