પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે 221 જલારામ જયંતી સાદગીથી ઉજવવામાં આવેલ.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના મહામારી ને લઈને આજરોજ ૨૨૧ મી જલારામ જયંતિ સાદગીથી ઉજવવામાં આવી. જેમાં સોશિયલ distance જાળવી જલારામ બાપાની આરતી કરવામાં આવી સાથે સાથે પેક બનાવી પ્રસાદ આપવામાં આવેલો અને આ વખતે કોરોનાની મહામારી ને લઈને જલારામ બાપા ની પાલખી યાત્રા અને બન્ને ટાઇમ ભોજન સમારંભ અને ભજન કીર્તન નો કાર્યક્રમ કોરોનાની મહામારી ને લઈને મુલતવી રાખવામાં આવ્યો છે. સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આજરોજ સોશિયલ ડીસ્ટન જાળવી જલારામ બાપાની આરતી કરવામાં આવી સાથે માસ અને સેનેટ રાઈઝર કરીને લોકોને આરતી માં આવવા દીધા. આ વખતે દરેક લોહાણા સમાજના ભાઈ બહેનો અને પરિવારો જલારામ બાપાની જલારામ જયંતિ ઘેર રામ ધુન જલારામ બાપા ના ભજનો દાન પૂર્ણ કરી ઘેર ઉજવશે. તેઓ લોહાણા સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યો હતો.

-મળતી માહિતી