કોલેજના છાત્ર કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં અવલ નંબર

કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ’ થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્વ. અનિરુદ્ધ જેન્તીલાલ પરષોત્તમ ભાનુશાલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કનકપરના તૃતીય વર્ષના વિદ્યાર્થી જાડેજા શિવરાજસિંહને તૃતીય નંબર પ્રાપ્ત થયો છે. આ બદલ કચ્છ યુનિવર્સિટી દ્વારા પુરસ્કાર પેટે રૂા. 2,000/- નો ચેક આપવામાં આવ્યો છે. જે પુરસ્કારની રકમ કોલેજના ટ્રસ્ટી ગોવિંદભાઈ ભાનુશાલી, આચાર્ય ડો. મેહુલ પટેલ તથા અધ્યાપકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીને પ્રોત્શ્હન કરાયો હતા.

-મળતી માહિતી