નવા વર્ષની રાત્રે ખોવાયા બાદ ચાર દિવસે પરત મળ્યા વિશિષ્ટ પ્રજાતિનો પોપટ.

પંખીનો શોખ ધરાવતા એક પરિવારે બે વર્ષથી પાળેલો વિશિષ્ટ પ્રજાતિનો પોપટ મળતાં પરિવારજનોએ ખુશી સાથે રાહતનો શ્વાસ લેવા સાથે તેમના જીવમાં જીવ આવ્યો હતો. આઇયાનગરમાં રહેતા ભાવિન ગુંસાઇ દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના એક પરિચિત પશુ ચિકિત્સક પાસેથી ગ્રે કલરનો આફ્રિકન પેરોટ (પોપટ) ખરીદયો હતો. તાલીમ બાદ એવો આ પોપટ બોલતો હોવાના લીધે પરિવારજનોના લાગણીઑ એની સાથે બંધાઈ ગઈ હતી. બેસતા વર્ષના દિવસે આ પોપટ એકાએક ગુમ થઇ ગયા બાદ વર્તમાનપત્રમાં જાહેરાત આપવા સાથે તેની શોધખોળ હાથ ધરાયા પછી શુક્રવારે સવારે પ્રમુખ સ્વામી નગરમાં એક ઘર પાસે મળી આવતાં રાહત થઇ હતી. શહેરમાં આવા આફ્રિકન પોપટ 2 થી 3 પરિવારો પાસે હોવાનું જાણવા મળ્યું હતું.

-મળતી માહિતી