કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોને ટેસ્ટિંગ વધારવા સુચના.


દેશમાં કોરોનાનાં કેસમાં થતાં વધારાને પગલે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રિય પ્રદેશોને પોતાને ત્યાં ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી છે. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કૅ, અમેરિકા અને યુરોપનાં દેશોમાં દૈનિક કૅસોમાં સતત વધારાને ધ્યાને લેતા ભારતમાં આ રોગચાળાને કાબુમાં રાખવા માટે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.ઉત્તર અને મધ્ય ભારતનાં રાજયોની કોરોનાની પરિસ્થિતી ધ્યાને રાખતાં બધાં રાજયો અને કૅન્દ્ર શાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારી દેવા માટે કહેવામાં આવ્યું છે. મધ્ય જાન્યુઆરીમાં ભારતે કોરોનાનાં ટેસ્ટિંગ શરૂ કર્યા હતાં અને ત્યારથી અત્યાર સુધીમાં દેશ પ્રતિદિન 10 લાખ ટેસ્ટ સુધી પોહોંચી ગયો છે.
-મળતી માહિતી