વર્ષ ૨૦૨૦નું અંતિમ ચંદ્રગ્રહણ.


આ વર્ષ 2020 નું અંતિમ ચંદ્રગ્રહણ ૩૦મી નવેમ્બરના સોમવારે દેખાશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે બપોરે 1:04 મિનિટે ઉપછાયા ગ્રહ શરૂ થશે. ત્યારબાદ બપોરે 3:13 મિનિટે ગ્રહણનો મધ્ય ગાળો હશે અને સાંજે 5:22 મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થશે. આ ચંદ્રગ્રહણ તમામ રાશિઓ તેમજ રોહિણી નક્ષત્ર પર અસર કરશે દરેક ગ્રહણને સુતક નો ગાળો હોય છે જે દરમિયાન મંત્રોચાર ધ્યાનનું સૂચન કરાયું છે. નિષ્ણાતો જણાવ્યા અનુસાર 2020 નું અંતિમ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત અમેરિકા ઓસ્ટ્રેલિયા એશિયામાં પણ જોઇ શકાશે