કેન્સરની બિમારીથી કંટાળી વૃદ્ધાએ આત્મહત્યા કરી.

આણંદસર ગામે રહેનાર ૭૦ વર્ષના જેનાબાઈ હારુંન ચાવડા નામના એક વૃદ્ધ મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરીને મોતને ઘાટે ઉતરીયા હતા. માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી અનુસાર બપોરે મરનાર આણંદસર તેના ઘરમાં આ અંતિમ પગલું ભરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જવાથી તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. મરનારને કેન્સરની બીમારી હતી અને તેનાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. આ બનવા અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી.

-મળતી માહિતી