વિવિધ યોજનાઑમાં અનુસૂચિત જાતિના તમામ લાભાર્થીઓને અગ્રતા મળે.

બોટાદ જિલ્લાના બરવાળા રાણપુર બોટાદ અને ગઢડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ને સરકાર મારફત ની વિવિધ યોજનાઓમાં અનુસૂચિત જાતિના તમામ લાભાર્થીઓને અગ્રતા મળે અને તાત્કાલિક નિયમાનુસાર કાર્યવાહી થાય તેઓ આદેશ નિયામક અને અધિક કલેક્ટર કર્યા બાદ બોટાદ જિલ્લાના નાના ભડલા ગામે મનરેગા યોજના મફત પ્લોટ અને જમીન ના પ્રશ્નો બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો જેમાં કિર્તીભાઈ ચાવડા અશ્વિનભાઈ પરમાર નાથા ભાઈ મકવાણા ડુંગર ભાઈ સોલંકી અરવિંદભાઈ પરમાર દિપક ભાઈ મકવાણા જયંતિભાઈ મેરીયા વિજયભાઈ પરમાર દિપક ભાઈ સોલંકી અને મુંબઈથી અતિથિ વિશેષ તરીકે અશ્વિનભાઈ મેરીયા એ હાજરી આપી તથા આજુબાજુના ગામડાઓના સ્થાનિક આગેવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા.

રિપોર્ટર. લાલજીભાઈ સોલંકી
બોટાદ. બરવાળા