ભચાઉ પાસે બે બાઇકનું અકસ્માત થતાં એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ.

 ભચાઉમાં આવેલ ગોકુલગામ પાસે બે બાઇક સામ સામી ટકરાતાં એક બાઇકના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે તેમનું મોત થયું હતું .તો અકસ્માત સર્જનારબાઇક ચાલક અને તે બાઇક ઉપર સવાર વ્યક્તિને પણ ઇજા પહોંચી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે. નાની ચીરઇ ગામ પાસે આવેલા ફ્રીડમ પેટ્રોલપમ્પમાં નોકરી કરતા ૩૩ વર્ષના યશપાલસિંહ રણજિતસિંહ જાડેજા તેમના પેટ્રોલપમ્પના રસોડા માટે ગત સાંજે બાઇક પર દૂધ લેવા ગયા હતા. ત્યારે ગોકુલ ગામના બ્રીજ ઉતરતાં ફડલેન્ડ કંપની નજીક સર્વિસ રોડ ઉપર પૂરપાટ આવેલા GJ–૧૨–બીએન–૫૧૮૬ નંબરની બાઇકના ચાલકે યશપાલસિંહની બાઇકમાં જોરદાર ટક્કર મારતાં યશપાલસિંહને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત થયું હતું. તો અકસ્માત સર્જનાર બાઇક ચાલકને તથા પાછળ સવાર વ્યકિતને પણ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હોવાની ફરિયાદ પેટ્રોલપમ્પમાં નોકરી કરતા સલીમ અબ્બાસ સંઘરિયા તે ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

-મળતી માહિતી