અમદાવાદમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યુને ૭મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો.
અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ 23 નવેમ્બર થી ૭ ડિસેમ્બર, 2020 સુધી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રાત્રિના 9:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીવાસ્તવે જાહેર કરેલા જાહેરનામામાં અંતર્ગત કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ શહેરના રહેવાસીઓ પોતાના રહેણાંક- મકાન ની બહાર નીકળવું નહીં. કોઈપણ રસ્તાઓ, ગલીઓ ,પેટા ગલીઓ ,શેરીઓ, જાહેર જગ્યા ઉપર ઊભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં .આ હુકમનો ભંગ કરનાર અથવા પાલન નહિ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ 188 અને લાગુ અને કાનૂની જોગવાઈ સહીત તેમજ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટે એકટ 2005ની કલમ 51 થી 60 ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર બનશે. જાહેરનામા મુજબ પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટેલિકોમ્યુનિકેશન, સર્વિસ પોલીસ, હોમગાર્ડ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ વગેરે સહિતના તમામ તબીબી સેવાઓ મેડિકલ સ્ટોર તથા ઈ-કોમર્સ દ્વારા ફામાૅસયુટિકલ હોમ ડિલિવરી, દૂધ વિતરણ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયા, ખાનગી સિક્યુરિટી સેવાઓ કર્ફ્યુ મારી છૂટછાટ આપવામાં આવી છે.
-મળતી માહિતી