માંડવીમાં ખુલ્લે આમ અગાસી પર જુગાર રમતા ત્રણ પકડાયા.

Screenshot_20180710-113321-1

 માંડવીમાં ખુલ્લે આમ ખુલ્લી અગાસી પર ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ખેલીઓને ગઇકાલે પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા. માંડવીના મસ્કા ઓકટ્રોય પાસેના કોલીવાસમાં આરોપી વિશ્રામ દેવજી કોલીના ઘરની સામે ખુલ્લી અગાસી પર રવિવારે સાંજે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા આરોપી વિશ્રામ ઉપરાંત સુનિલ લાલજીભાઇ કોલી (રહે. કોલીવાસ-માંડવી) તથા શંકર રણછોડ ઠાકોર (રહે મસ્કા)ને રોકડા રૂા. 3077/- સાથે માંડવી મરિન પોલીસે દરોડા પાડી તે દરમ્યાન ઝડપી તેઓની સામે જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.

-મળતી માહિતી