ભુજ શહેરમાં 15 વિધવા બહેનને સીવણ મશીન આપી પગભર ઊભી કરાઈ.
માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા 15 વિધવા બહેનોને સીવણ મશીન તથા રાશનકિટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાઓના સહયોગથી અર્પણ કરી વિધવા બહેનોને પગભર કરાયા હતા.ગોવિંદભાઈ રામજી ભુડિયા-નારાણપર દ્વારા 5, અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા-નારાણપર દ્વારા 5, ગીતાબેન દલાલ-લંડન દ્વારા 5, મળી કુલ-પંદર સિલાઈ મશીનો, દરેકને રૂા. 2500/-ની રાશનકિટ, મીઠાઈ પેકેટ તથા મશીન લઈ જવા છકડા ભાડું અપાયા હતા. સંસ્થા દ્વારા દાતા પરિવારના નનીતાબેન ગોવિંદ કેરાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભે મંત્રી સુરેશભાઈ મહેશ્વરીએ સ્વાગત કર્યું હતું. પૃથ્વીરાજસિંહ જાડેજાએ આ પ્રસંગનું મહત્તવ સમજાવ્યું હતું. રમેશભાઈ માહેશ્વરી, મૂરજીભાઈ ઠક્કર, જેરામ સુતાર, નીતિન ઠક્કર, પ્રવીણ ભદ્રા, ડો. પ્રતિક્ષાબેન પવાર, ઈલાબેન વૈશ્નવની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓએ ખુશી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે તથા આભારવિધિ શંભુભાઈ જોશીએ કર્યું હતું. વ્યવસ્થામાં આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, ઈરફાન લાખા, રાજુ જોગી, સલીમ લોટા, આરતીબેન જોષીએ સહકાર આપ્યો હતો.
-મળતી માહિતી