ગૌપાષ્ઠમી તથા પૂર્વ સ્વ. પ્રમુખના જન્મોત્સવ પર્વની ઊજવણી ભુજ નવી જથ્થાબંધ શરાફ ગૌસેવા સમિતિએ ગૌવંશજો સંગ કરી.

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના પૂર્વ સ્વ. પ્રમુખ અને કચ્છ જીલ્લાના પરમ સક્રિય પરોપકારી પોઝીટીવ પરફેક્ટ પુરૂષાર્થી ગૌ જીવદયાપ્રેમી ફુલેશભાઈ મંગલદાસ માહેશ્વરી ના જન્મોત્સવ સાથે ગૌપાષ્ઠમી પર્વોની ઊજવણી અંદાજે ૭,૫૮૦ આસપાસના ગૌવંશજોને મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર પાંગળાપોળ ખાતે ૧૬,૬૮૦ કીલો લીલી મકાઈના ઘાસચારાનાં નિરણ કાર્ય સ્વર્ગસ્થના પરીવારજનો તથા સમિતિના તમામ ગૌભક્તો સાથે તેમના પરીજનો અને બાળગોપાલો જોડે પાંગળાપોળના સ્થાનિક ગૌપાલકો ની પરીશ્રમી જહેમત થકી સુપેરે પાર પાડવામાં આવ્યું હતું અને સ્થાનિક ગૌસેવકોને મીક્ષ મીઠાઈઓના પેકેટ અર્પણ કરાયા હતા વધુમાં આ પરમ ગૌ જીવદયાપ્રેમીને આ સમિતિના તથા અન્ય ભુજ શરાફ બજાર ડાંડા બજાર વેપારી મિત્ર વર્તુળ ગૌસેવા સમિતિ, ભુજ જીવન જ્યોત સેવા સમિતિ, કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ સંઘ ના જાંબાઝો ટીમ વર્કથી સંગઠન દ્વારા એકમેકની લીંકની ચેનલ નિર્માણ કરી સકારાત્મક સ્પોટ આપી દરરોજ ભુજ શહેરની ગઢરાંગ બહારના વિસ્તારોમાં તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ માસૂમ મુંગા જીવોના જતન માટે અકસ્માતગ્રસ્ત હોય કે ગંભીર રીતે બીમાર કે પછી અન્ય કોઈ પણ કાદવમાં ખૂંપી ફસાયેલા હોય અથવા ખુલ્લા ખાડાઓ સાથે અવવારૂ કુવાઓ પડી ગયેલ હોય તો તેમને જાનની બાજી લગાવી સાહસિક રીતે શૂરવીરતાપૂર્ણ હિંમતથી સશક્ત સક્ષમભર્યા સામર્થ્યવાન પૂર્વક પરોપકારી સ્વભાવથી નવજીવન બક્ષી શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે તન-મન-ધન-કર્મ-વચનથી એવું આ તમામ સમિતિઓના મિડિયા કન્વીનર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર વ્યાસની યાદીમાં જણાવાયેલ છે.