કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન, મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનામાં ચેપ લાગ્યો હતો. દિલ્હી મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું હતું કે તેમના પિતા અહેમદ પટેલનું આજે સવારે મળસ્કે 3.30 વાગ્યે અવસાન થયું છે.મળતી માહિતી મુજબ, અહમદ પટેલની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. અહેમદ પટેલને તેમન વતન ગામ ભરૂચ સ્થિત પિરામણ ગામમાં સુપૂર્દ-એ-ખાક કરવામાં આવશે. અહમદ પટેલની ઇચ્છા હતી કે તેમને તેમના માતાપિતા સાથે દફનાવવામાં આવે, જેના વિશે તેમણે તેમના પુત્રને કહ્યું હતું.