ભારત કોરોના અપડેટ્સ: 92,22,217એ પહોંચ્યો સંક્રમિતોનો આંકડો, 1.34 લાખ મોત


પહેલી નવેમ્બરથી દેશમાં અનલોક 6.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 30 નવેમ્બર સુધીમાં અનલોક-6 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. કોરોના મહામારીના કારણે થંભેલો દેશ હવે ફરીથી રફ્તાર પકડવા લાગ્યો છે. દેશમાં અનલોક 6.0ની શરૂઆત રવિવારથી થઈ ચુકી છે. હવેથી યાત્રા-પ્રવાસને પૂર્ણ છુટ મળશે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોના રોગચાળાની વચ્ચે લાદવામાં આવેલું લોકડાઉન વિવિધ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….
ભારતમાં કોરોનાની સ્થિતિ
સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં ગઈકાલે 44,376 કેસ નોંધાયા, 37,816 દર્દી સાજા થયા, 481 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 93.72%
કુલ સંક્રમિતોની સંખ્યા – 92,22,217
મૃત્યુઆંક – 1,34,699
કુલ સ્વસ્થ થયા – 86,42,771
કુલ એક્ટિવ કેસ – 4,44,746
કોરોના વાયરસ અપડેટ્સ
મહારાષ્ટ્રના મુંબઈમાં એન્ટર થવા માટે કોરોના નેગેટિવ ટેસ્ટ જરૂરી હોવાથી દિલ્હી, ગોવા, રાજસ્થાન અને ગુજરાતથી મુંબઈ આવતા મુસાફરોના ટેસ્ટ થયા
રાજ્યોની સ્થિતિ
ક્રમ | રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ | એક્ટિવ કેસ | સ્વસ્થ / ડિસ્ચાર્જ / માઈગ્રેટેડ | મોત | |||
કુલ | ગઈ કાલની વૃદ્ધિ | સંચિત આંકડા | ગઈ કાલની વૃદ્ધિ | સંચિત આંકડા | ગઈ કાલની વૃદ્ધિ | ||
1 | આંદામાન-નિકોબાર | 142 | 4464 | 11 | 61 | ||
2 | આંધ્ર પ્રદેશ | 13024 | 370 | 843863 | 1447 | 6956 | 8 |
3 | અરૂણાચલ પ્રદેશ | 1004 | 3 | 15091 | 55 | 49 | |
4 | આસામ | 3214 | 35 | 207649 | 121 | 976 | 1 |
5 | બિહાર | 4897 | 103 | 224715 | 642 | 1233 | 6 |
6 | ચંદીગઢ | 1128 | 11 | 15455 | 66 | 265 | 2 |
7 | છત્તીસગઢ | 22815 | 889 | 201744 | 919 | 2767 | 21 |
8 | દીવ, દમણ અને દાદરા નગર હવેલી | 37 | 3 | 3286 | 3 | 2 | |
9 | દિલ્હી | 38501 | 1172 | 493419 | 4943 | 8621 | 109 |
10 | ગોવા | 1221 | 80 | 45168 | 85 | 679 | 2 |
11 | ગુજરાત | 14044 | 208 | 182473 | 1286 | 3892 | 16 |
12 | હરિયાણા | 20765 | 353 | 199278 | 1943 | 2249 | 33 |
13 | હિમાચલ પ્રદેશ | 7150 | 470 | 28007 | 466 | 572 | 12 |
14 | જમ્મુ-કાશ્મિર | 5357 | 74 | 100322 | 495 | 1651 | 10 |
15 | ઝારખંડ | 2242 | 40 | 104724 | 191 | 955 | 2 |
16 | કર્ણાટક | 24631 | 96 | 840099 | 1949 | 11695 | 17 |
17 | કેરળ | 64539 | 247 | 505238 | 5149 | 2095 | 24 |
18 | લદાખ | 854 | 5 | 7069 | 84 | 105 | 4 |
19 | મધ્ય પ્રદેશ | 12979 | 643 | 180349 | 1112 | 3183 | 11 |
20 | મહારાષ્ટ્ર | 84238 | 1323 | 1658879 | 4086 | 46683 | 30 |
21 | મણિપુર | 3175 | 137 | 20525 | 151 | 240 | 2 |
22 | મેઘાલય | 893 | 2 | 10451 | 59 | 110 | |
23 | મિઝોરમ | 442 | 60 | 3298 | 95 | 5 | |
24 | નાગાલેન્ડ | 1473 | 29 | 9397 | 50 | 61 | |
25 | ઓરિસ્સા | 6226 | 20 | 307374 | 648 | 1671 | 14 |
26 | પોંડિચેરી | 489 | 38 | 35671 | 89 | 609 | |
27 | પંજાબ | 6834 | 147 | 136178 | 439 | 4653 | 22 |
28 | રાજસ્થાન | 25197 | 1081 | 223085 | 2214 | 2200 | 19 |
29 | સિક્કીમ | 238 | 8 | 4437 | 31 | 102 | 2 |
30 | તમિલનાડુ | 11875 | 370 | 749662 | 1910 | 11639 | 17 |
31 | તેલંગણા | 10886 | 161 | 253715 | 1150 | 1441 | 4 |
32 | ત્રિપુરા | 790 | 37 | 31368 | 72 | 370 | |
33 | ઉત્તરાખંડ | 4638 | 340 | 66349 | 177 | 1173 | 11 |
34 | ઉત્તર પ્રદેશ | 23928 | 152 | 499507 | 2032 | 7615 | 33 |
35 | પશ્વિમ બંગાળ | 24880 | 150 | 430462 | 3646 | 8121 | 49 |
કુલ | 444746 | 6079 | 8642771 | 37816 | 134699 | 481 |