મોરબીઃ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે યુવકોના મોત

માળીયા ફાટક ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો છે. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલ પહોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.