કબરાઉમાં વંચિત બાળકો માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે.

kabrav

 ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય, શિક્ષણ-પર્યાવરણ, સ્વચ્છતા, બાળ અધિકાર, મૌલિક અધિકારો વિશે જ્ઞાન -માહિતી અપાઈ રહી છે. જન સેવા કેન્દ્ર તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા -આદર્શ નિવાસી શાળા કચ્છ વિભાગ કબરાઉના બાળકો માટે આ આયોજન કરાયું છે. વંચિત તબક્કાના અને અનાથ આશ્રમના બાળકો માટે તેમનામાં આવડત ,કૌશલ્ય વિકાસ અને સામાજિક સક્ષમ બની મૌલિક અધિકારો મેળવતા થાય તે માટે તજજ્ઞો તરફથી વિવિધ વિષયો પર ત્યાં વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.આનું પ્રારંભ પાંકડસર જગ્યાના મહંત કૃષ્ણનંદજી, નીલ વિઝોડા, મોહન મેરિયાએ કરાવ્યુ હતું. આ પ્રસંગે આદર્શ નિવાસી શાળાના શ્રી ધોળકિયા, શ્રી પટેલ, શ્રી ચૌધરી, તેમજ અતુલ કાંઠેચાનું વનીતા જાદવ, મમતા કાંઠેચા, નીતા જાદવ આરોગ્ય અધિકારી કૌશિકભાઈ સુતરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

-મળતી માહિતી