સોના અને ચાંદીના પાવડરમાંથી બન્યો છે આ સાબુ, વિશ્વનો સૌથી મોંઘો સાબુ છે.


સાબુ પાછળ આપણે કેટલા રૂપિયા ખર્ચી શકીયે? 20, 40, 60, રૂપિયા કે વધુમાં વધુ 100 રૂપિયા પણ લેબનનની એક કંપનીએ ટ્રિપોલીમાં સાબુની ફેકટરી બનાવી છે જે લકઝરી સોપ્સ બનાવે છે. બેડર હેસન એન્ડ સન્સ નામની એક ફેમીલી દ્વારા ચાલતી આ એક ફેકટરીની સ્કિન કેર પ્રોડકટસ દુબઈની મોસ્ટ એકસકલુઝીવ પ્રોડકટસની શોપ્સમાં વેચાય છે.આ કંપનીએ એક સાબુ બનાવ્યો છે. જેમાં સોના અને ચાંદીનો પાઉડર વાપરવામાં આવ્યો છે. આ એકસપેન્સીવ સાબુ કતારનાં ફર્સ્ટ લેડી માટે પહેલી વાર વર્ષ 2013માં બનાવવામાં આવ્યો હતો. આ સાબુ દુબઈના રાજવીઓ એકબીજાને એકસ્પેન્સીવ ગિફટસ આપવાની હોય ત્યારે આનો ખાસ ઓર્ડર કરે છે. વર્ષ 2015માં પહેલીવાર આ સોપને વિશ્વના મોસ્ટ એકસ્પેન્સીવ બાર ગણવામાં આવ્યો હતો. જો કે એમાં ડાયમન્ડની ભૂકી પણ રહેતી હોવાથી એનું ટેકસ્ચર થોડુંક રફ રહેતું હતું. હાલના કંપનીના સીઈઓએ આ સોપને હેન્ડક્રાફટ કર્યો છે અને એમાં 24 કેરેટ સોનાથી જે વ્યક્તિને માટે બનાવવાનું છે એનું નામ કોતરવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે આ સાબુથી નાહવાથી તમારા રોજના બાથ રુટીનની મજા બેવડાઈ જાય છે. આ માત્ર વિશ્વનો સૌથી મોંઘો સાબુ છે એટલું જ નહીં, એ વાપરવાથી સાઈકોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ ઈફેકટસ પણ આપે છે.

-મળતી માહિતી