ઠંડીથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને રાહત.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીના દોરમાં આજે થોડો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના સ્થળોએ તાપમાન ઉપર આવતા ઠંડીનું જોર ઘટવા પામ્યું હતું અને આજે વિવિધ સ્થળોએ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.આ અંગેની હવામાન કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે,આજરોજ નલીયા અને ડીસા ખાતે પણ લઘુતમ તાપમાન ઉપર આવતા ઠંડીનું જોર ઘટયું હતું. આજરોજ નલીયા ખાતે સવારે 13 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે ડીસામાં પણ 13.2 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ સીવાય રાજકોટમાં પણ ઠંડીનું જોર ઘટયું હતું હતું. રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 14.1 ડીગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 60% રહ્યો હતો.તેમજ અમદાવાદમાં પણ આજે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. અમદાવાદ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન 15.6 ડીગ્રી રહ્યું હતું. જયારે વડોદરામાં 17.6 ડીગ્રી, સુરતમાં 20.2 ડીગ્રી, કેશોદમાં 14.9 ડીગ્રી, ભાવનગરમાં 18.6 ડીગ્રી, પોરબંદરમાં 15.8 ડીગ્રી, વેરાવળમાં 18.9 ડીગ્રી, દ્વારકામાં 17.4 ડીગ્રી, ઓખામાં 20.3 ડીગ્રી, ભુજ ખાતે 14.3 ડીગ્રી અને સુરેન્દ્રનગરમાં 16 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.આ ઉપરાંત આજરોજ સવારે ન્યુ કંડલા ખાતે 15 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 15.4 ડીગ્રી, અમરેલી ખાતે 16.4 ડીગ્રી, ગાંધીનગરમાં 13 ડીગ્રી, મહુવામાં 16.5 ડીગ્રી, દીવમાં 17.8 ડીગ્રી, વલસાડમાં 18 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં પણ 18 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

-મળતી માહિતી