જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિત્તે રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું હતું.

પૂજ્ય સંત શિરોમણિ જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિત્તે જલારામ ગ્રુપ દ્વારા રાપર રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરેથી ધાબળા (બ્લેન્કેટ) તેમજ હાથ-મોજાનું વિતરણ કરાયું હતું. શિયાળાની ઠંડીને ધ્યાને લેતાં 120 જેટલા જરૂરિયાતમંદ લોકોને આ વિતરણનો લાભ અપાયો હતો. ત્યારબાદ બાપાની પ્રસાદી રૂપે સેવ-બુંદીના પેકેટ દરેક લોકોને આપયા હતા. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં કૂતરાંને લાડવા અપાયા હતા. કાર્યક્રમના પ્રારંભે દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસજી બાપુએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. નવીનભાઇ મંગળજીભાઇ કારિયા તથા સંજયભાઇ વામનદાસ સાધુ પરિવારે હાથ-મોજાં માટે આર્થિક સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે વિનોદભાઇ દાવડા, ભરતસિંહ સોઢા, ભરતભાઇ રાજદે, સગાળચંદ જોબનપુત્રા, પારસ માણેક, દિનેશભાઇ સેજપાર, મોંઘીબબેન પટેલ સહિતના વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જલારામ ગ્રુપના શૈલેશભાઇ ભીંડે, હરેશભાઇ મજીઠિયા, નયનસર સુરૈયા, ડાયાભાઇ ઠાકોર, જય રાજદે, ચાંદ ભીંડે, જય ચંદે, ધનસુખ સાયતા, પિન્ટુ સાયતા, ભાવિક કોટક સહિતના લોકોએ જવાબદારી ઉઠાવી હતી.

-મળતી માહિતી