શું કોરોનાની રસી અબોલ જીવોનો વધ કરીને મેળવવામાં તો નથી આવી ને?

કોરોનાની રસી બાબતે દર થોડા દિવસે સમાચાર આવે છે અને આખું વિશ્વ તેમાં ગુંચવાયેલું રહે છે. શું તંત્ર એ આ રસી ક્રૂરતાપૂર્વક તો નથી મેળવી ને ? રોગ મટાડવા માટે અસહાય અબોલ જીવોને મૃત્યુદંડ આપવામાં આવે તે જરાપણ આવકારદાયક નથી. આપણી સંસ્કૃતિ માં મૂંગા-જીવોને જીવાડવા, બચાવવા તેમજ રક્ષણ કરવા ખૂબ જ પુરુષાર્થ કરવામાં આવે છે તેથી આવી હિંસક રસી સ્વીકારવા ભાગ્યે જ કોઈ તૈયાર થશે તે સ્વાભાવિક વાત છે .જરૂર એ છે, કે આ રસી મેળવવા માટેની દોડ યોગ્ય નથી અને એની પાછળ કરોડો રૂપીયાનું આંધણ પણ ઈચ્છવા યોગ્ય નથી. આપણી સંસ્કૃતિ આર્ય મહાસંસ્કૃતિ છે, અને રસી જયાં બનાવવામાં આવે છે ત્યાં અનાર્ય પ્રદેશ અને પ્રજા છે, તેથી એમની સાથેના સંબંધો મર્યાદીત રહેવા જોઈએ. આ બાબતમાં યોગ્ય નીર્ણય લેવામાં આવે તે ખૂબ જરૂરી છે.

-મળતી માહિતી