રાજયોને કહ્યું 1 ડિસેમ્બર કે તેના પહેલા મેડીકલ કોલેજો ખોલવાની તૈયારી કરે કેન્દ્રનો નિર્દેશ.

કોરોનાના દિવસે દિવસે વધતા જતા કેસોને લઈને અનેક રાજયો સ્કુલ-કોલેજો બંધ રાખવાના નિર્ણય લઈ રહ્યા છે. તે દરમિયાન કેન્દ્ર સરકારે રાજયોને કહ્યું છે કે તે 1 ડીસેમ્બર કે તેના પહેલા મેડીકલ કોલેજો ખોલવાની તૈયારી કરે. કેન્દ્ર રાજય સરકારોને કહ્યું છે કે આ માટે તેઓ પ્રારંભીક પગલા લેવાનું શરૂ કરી દે અને કોરોના વાઈરસની સાવધાનીઓ સાથે જોડાયેલા દિશા નિર્દેશોનું સખ્તાઈથી પાલન કરીને મેડીકલ કોલેજો ખોલે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દ્વ્રારા જાણવા મળ્યું હતું. દરેક રાજયોના મુખ્ય સચિવોને આ વિષયમાં પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યોને માન્યતા પ્રાપ્ત મેડીકલ કોલેજો- હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં નોન કોવિડ બેડસ ઉપલબ્ધ કરાવવાની સલાહ અપાઈ છે. જેથી અન્ડરગ્રેજયુએટ એમબીબીએસ વિદ્યાર્થીઓની ટ્રેનીંગ પુરી કરી શકાય.કેન્દ્ર સરકારનો આ નિર્દેશ નેશનલ મેડીકલ કમીશન દ્વારા મેડીકલ કોલેજ ખોલવાની ભલામણ પર આવ્યો છે.

-મળતી માહિતી