પવનના કારણે દિવસના ભાગે પણ ઠંડીની અનુભૂતિ થઈ.
કચ્છમાં તેજ ગતિએ ફૂંકાતા પવન કારણે દિવસના ભાગે પણ ઠાર સાથે ઠંડીની અનુભૂતિ કરાવી હતી. હજુ એક દિવસ પવનનું જોર આમ રહેશે તેવું હવામાન વિભાગના દ્વારા જાણવા મળ્યું છે લઘુતમ પારો એક થી બે ડિગ્રી ઊંચકાવા છતાં સરેરાશ 12 થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ કરાવ્યો હતો. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમાર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઈન્ડયુસ સર્ક્યુલેશનની અસરથી બે દિવસથી પવનની ગતિમાં વધારો થયો છે.હજુ એક દિવસ તેની અસર રહેશે. જો કે, હજુ ત્રણ થી ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા ન હોવાનું તેમના દ્વારા જાણવા મળ્યું હતું. નલિયામાં 26.8 ડિગ્રી સામે 14.6 ડિગ્રી લઘુતમ, ભુજમાં 25.6 ડિગ્રી મહત્તમ સામે 15.2 ડિગ્રી લઘુતમ, કંડલા (એ.)માં 26.8 ડિગ્રી મહત્તમ સામે 16.6 ડિગ્રી લઘુતમ, ન્યૂ કંડલામાં 27.7 ડિગ્રી મહત્તમ સામે 17.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. પવનના કારણે દિવસભર ધૂંધળો માહોલ છવાયેલો રહેવા સાથે ગરમ કપડાં દિવસના ભાગે પણ પહેરવાની જરૂર પડી હતી.
-મળતી માહિતી