સુખપર ગામમાં કોરોના કેસ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન કરીયું.

સુખપર ગામમાં કોરોના મહામારી એટલી વધી ગઈ છે કે ગામના લોકોએ મળીને તા.26-11-20 થી 5-12-20 સુધી દરરોજ સાંજે 6:00 થી સવારના 6:00 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઇ કચ્છભરનાં શહેરો અને ગામડાંઓને માર્ગ ચીંધ્યો છે. ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ધનજીભાઇ ભુવા દ્વારા જાણવા મળ્યું હતું કે , સુખપરમાં કોરોના સંક્રમણનો આંક 150ને પાર કરી ગયો છે, છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાથી ત્રણ મોત પણ થઇ ચૂકયા છે. તેથી ગામમાં હવે ડર ફેલાઈ ગયો છે. આજે ગ્રામપંચાયતના નેતૃત્વતળે ગ્રામ પંચાયતે વેપારીઓ, કેબિનધારકો અને શાકમાર્કેટના ધંધાર્થીઓનો સંપર્ક કરી ગામમાં વધતા જતા સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે, જેને સૌએ વધાવી લીધી હતી. સાંજે 6:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી ગામના તમામ ધંધા, રોજગાર બંધ રાખશે. માત્ર શાકની લારીવાળા પોતપોતાના વિસ્તારમાં ભીડ ન થાય એ તકેદારી સાથે નીકળશે. ધોરીમાર્ગ પરનું આ ગામ પટેલની વસતીવાળું ખેડૂતોનું ગામ છે અને વાડી-ખેતરેથી પરત આવ્યા બાદ સાંજે લોકો બહાર નીકળી રહ્યા હોવાથી ઘરોઘર લગભગ 4 થી 5 કોરોના પોઝિટિવ કેસ નીકળી છે.

-મળતી માહિતી