ગાંધીધામમાં જર્જરિત વીજ થાંભલો કાર ઉપર ધરાશાયી થતાં, કાર થાંભલા નીચે ચિબાઈ ગઈ હતી.
આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વીજ વાયર, વીજ થાંભલા બદલાવાયા નથી અનેક થાંભલા જર્જરિત હાલતમાં પડયા છે. ગાંધીધામ શહેરના ઓસ્લો સર્કલ નજીક એક કાર ઉપર આવો જ એક વીજ થાંભલો પડતાં કાર ચિબાઈ ગઈ હતી. આ શહેર અને સંકુલમાં વરસાદી મોસમ સિવાય વીજ તંત્ર કામ ન કરતું હોવાનું જાણવા મળ્યું છે.અહીં આવેલા અનેક વીજ વાયરો વર્ષોથી બદલાવાયા નથી તો અનેક વીજ થાંભલા પણ મોત બનીને લોકો ઉપર ઝળુંબી રહ્યા છે.પહેલા પણ આવા અનેક વીજ થાંભલા અને વાયરો નીચે પડયા છે અને લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. છતાં પણ વીજ તંત્રની આળસ ઉડતી નથી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. અહીં અનેક વખત લોકોને જાણ કર્યા વગર જ કલાકો સુધી વીજળી બંધ કરી દેવામાં આવતી હોય છે. જેના કારણે આર્થિક પાટનગર એવા આ સંકુલમાં લોકોને કરોડોનો ફટકો સહન કરવાનો વારો આવતો હોય છે.શહેરના ઓસ્લો સર્કલ નજીક નીચે ઊભેલી એક કાર ઉપર થાંભલો ધરાશાયી થયો હતો. જેના કારણે આ કાર થાંભલા નીચે ચિબાઈ ગઈ હતી.આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ ન હતી .જો આવા જર્જરિત વાયર અને થાંભલા નહીં બદલાવાય તો આવનારા સમયમાં કોઈના વ્હાલસોયાને પોતાનો જીવ ખોવાનો વારો આવશે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
-મળતી માહિતી