તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું,ઘરબેઠા તુલસીપૂજાનો લાવો લઈ શકે તેવી વ્યવસ્થા કરાઇ.
ભગવાન કૃષ્ણ એ પ્રભાસની ભૂમિ પરથી વૈકુંઠ પ્રસ્થાન કર્યું એ પાવન ક્ષેત્રમાં તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. ભાલકા મંદિર ખાતે યજમાનોને સોશીયલ એપ ઝુમએપ દ્વારા ઘરબેઠા તુલસીપૂજાનો લાવો લઈ શકે તેવી વ્યવસ્થા કરાવવામાં આવેલ હતી. તેમજ ટ્રસ્ટના નુતન રામ મંદિર ખાતે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતું. જે તુલસી વિવાહ ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફીસરના યજમાન પદે યોજાયા હતા.
-મળતી માહિતી