શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની મૌન શ્રદ્ધાંજલિ બાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર દ્વારા જાણવા મળ્યું હતું કે, શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ હેઠળ આજે ગામડાંઓનો સમતોલ વિકાસ થયો છે. વણથંભી વિકાસ યાત્રાના ભાગરૂપે વિવિધ યોજના અને અનુદાન હેઠળ ગ્રામ્યસ્તરનો વિકાસ નોંધનીય બન્યો છે. આજરોજ રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માર્ગ અને મકાન વિભાગ નિર્મિત રૂા.14 લાખના ખર્ચે મારિંગણા સચિવાલય (પંચાયત ઘર) નું લોકાર્પણ કરાયું છે. ધારાસભ્યન ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડ ઊભું થયું છે. આગામી સમયમાં મારિંગણા થી ખાંભરા જવાનો રસ્તો પણ મંજૂરી મેળવી નિર્માણ કરવામાં આવશે. લોકની માગણીને ધ્યાનમાં રાખી અંજાર વિધાનસભામાં અનેક ગ્રામ પંચાયતોને સ્વાયત્ત સંચાલનની કામગીરી આપી વિકાસની હરોળમાં ગામડાંઓ જોડયાં છે. મંત્રીએ આ તકે ઉપસ્થિત ગ્રામ સરપંચો અને પ્રજાજનોને પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ કોરોના મહામારીની ગાઇડલાઇન અનુસરવા વિનંતી કરી હતી. અગ્રણી શંભુભાઇ આહીરે નિંગાળના વડીલ વ્હાલા બાપા હુંબલે તથા માર્ગ અને મકાન વિભાગ અને પંચાયતના કાર્યપાલક ઈજનેર શ્રી સોલંકીએ વિકાસકામોની વાત કરી હતી. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, બાબુભાઇ મરંડ, મ્યાજરભાઇ છાંગા, દુધાભાઇ, શામજીભાઇ ડાંગર, નિંગાળ, સાપેડા, મારિંગણાના સરપંચો તેમજ ગ્રામજનો હાજર રહયા હતા.

-મળતી માહિતી