નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.

નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની આર્ચિયનના કર્મચારી તેજશ રામધારી કનોજીયા નામનાં બંધ મકાનનાં તાળાં તોડીને તેમાંથી રૂા. 1,72,800ના દાગીનાની ધોળાદિવસે ચોરી થતાં પોલીસ દોડધામમાં પડી ગઈ છે. રૈયાણીનગરમાં ભાડાંના મકાનમાં રહેતા તેજશ કનોજીયા તેમની નોકરી ઉપર હાજીપીર નજીક કાર્યરત આર્ચિયન કંપનીએ ગયા હતા અને તેમના પત્ની તેમના પિયર ગયાં હતાં. ત્યારે પાછળથી ચોરો લાગ જોઇને ધોળાદિવસે બપોરના મોટી ચોરી કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં બંધ મકાનના મુખ્ય દ્વારનું તાળું તોડી કોઇ હરામખોર ચોરો અંદર ઘુસ્યા હતા. ઘરમાં કબાટમાંથી તેઓ તિજોરીમાં પડેલ રૂા. 1,72,800ની કિંમતના સોનાં અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા. ધોળાદિવસે થયેલી ચોરી વિશે જાણ થતાં નખત્રાણા પોલીસ સ્ટેશન ફોજદાર શ્રી ખાભડ સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં હાથ ધરી હતી. ચોરોની ભાળ મેળવવા માટે ગુનાશોધક ગંધપારખુ કૂતરો અને હસ્તરેખા નિષ્ણાતોની મદદ પણ લેવાઇ રહી છે. શિયાળાની ઠંડીની શરૂઆત થવા સાથે જ ચોરીનાં બનાવોની શરૂઆત થતાં નગરજનો ચિંતિત બન્યા છે. તો બનાવને લઇને પોલીસ સામે પણ પડકાર ઊભો થયો છે.

-મળતી માહિતી