અબડાસા તાલુકાના જખૌ થી જખૌ બંદર રોડ પર આશિરા વાંઢ બસ સ્ટેશન ની બાજુ માં બાઈક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આર્ચન કંપની દ્વારા હાજીપીર થી જખૌ બંદર સુધી નમક નું પરિવહન કરવામાં આવે છે. હમણાં થોડા દિવસો પહેલા જખૌ બંદર પરના મેઈન રોડ પર આર્ચન કંપની દ્વારા બિનજરૂરી ટ્રાફિક કરવામાં આવતી હતી જેનાથી એક નવયુવાન વ્યક્તિનું મૃત્યુ થયો હતો. જેથી ગ્રામજનોમાં ખુબ આક્રોશ નો માહોલ સર્જાયો હતો. જેથી કંપની દ્વારા આશિરા વાંઢ બસ સ્ટેશન ની પાછળ પોતાના નમક ના વાહનો રાખવામાં આવતા હતા. આજે સાંજે જખૌ બંદર થી બે માછીમારો પોતાના ઘરે સિંધોડી ખાતે બાઈક દ્વારા જવા રવાના થયા હતા. નમક થી ભરેલ ટ્રક નં ચાલકે કોઈ પણ આજુ બાજુ જોયા વગર સીધે સીધો રોડ પર ટ્રક ચડાવી દેતા, રોડ પરથી આવતા બાઈક ચાલક તે ટ્રક વડે અથડાઈ ગયા હતા. જે અકસ્માત માં મિતેશ નામના યુવાન ને ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે તેમની સાથે રહેલ આધેડ ને પણ માથાના ભાગે ખૂબ મોટી ઈજાઓ થઈ છે. તેઓને સારવાર માટે નલિયા ખાતે લેવામાં આવેલ છે.