અનોખા વિવાહ : સાડા પાંચ ફૂટની પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન, 3 ફૂટના શિક્ષક યુવક સાથે યોજના

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અનોખા લગ્નનું આયોજન થયું હતું. જેમાં મેંદરડા તાલુકાના રાજેશરુ ગામના વતની અને અંધ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિની સાથે જામજોધપુરના બુટાવદરના શિક્ષક યુવાને લગ્ન કર્યા હતા. આ લગ્નની ખાસ વાત એ હતી કે પ્રજ્ઞાચક્ષુ દીકરીની ઉંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી છે અને યુવકની ઉંચાઈ ત્રણ ફૂટની છે. શાંતાબેન મકવાણા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ રાજેશરુ ગામની શાંતાબેન અરજણભાઈ મકવાણા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તે અંધ કન્યા છાત્રાલયમાં રહે છે અને બીએડ સુધી તેણે અભ્યાસ કર્યો છે. જામજોધપુરના બુટાવદરમાં રહેતા રમેશ ગાંડાભાઈ ડાંગરની ઉમર 42 વર્ષ છે. તેમણે બી.એ.પીટીસીનો અભ્યાસ કર્યો છે અને શ્રી સડોદર તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની ઉંચાઈ 3 ફૂટ જ છે.સત્યમ સેવા યુવક મંડળે અત્યાર સુધીમાં 2500 યુવતીના લગ્ન કરાવ્યા છે. જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ છેલ્લા 35 વર્ષથી કરવામાં આવી રહી છે. જેમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન કરીને અંદાજે 2500 જેટલી દીકરીઓને કરિયાવર આપી આશિર્વાદ મેળવ્યા છે. જેમાંથી કેટલીક દીકરીઓના માતા-પિતા નહોતા તો કેટલીક દીકરીઓ મધ્યમ અને ગરીબ વર્ગની હતી.
-મળતી માહિતી