દયાપર બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં તુલશી વિવાહ ઉજવાયા

દયાપર બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહ ઉજવામા આવ્યા હતા સવારે માંડવા રોપણ બાદ લગ્નની ધામિક વિધિ મૂળશંકર જોશી કરાવી હતી લાલજી મહારાજના મુખ્ય યજમાન આશિષ રમેશભાઈ સાંખલા પરિવાર રહ્યા હતા તેમજ તુલસી માતા ના મુખ્ય યજમાન કલ્પેશ પ્રેમજીભાઈ નાકરાણી પરિવાર રહ્યા હતા તેમજ સહિતના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા દયાપર સત્સંગી સમાજના પ્રમુખ હસમુખભાઈ પોકાર ઉપપ્રમુખ ધનજીભાઈ પોકાર મોહનભાઈ પોકાર નરેન્દ્રભાઈ પોકાર તેમજ મંદિરના પૂજારી રમેશભાઈ સાંખલા તેમજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા દયાપર સ્વામિનારાયણ મંદિરના મહંત સાન્તા ફઈ માનબાઈ ફઈ હંસા ફઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાંબેન પોકાર જ્યાંબેન સાંખલા નર્મદાબેન પોકાર સવિતાબેન પોકાર મનિષાબેન સાંખલા મોનાબેન સાંખલા બીનલબેન પોકાર તેમજ દયાપર સત્સંગી સમાજના પ્રમુખ હસમુખભાઈ પોકારે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન અનુસાર સાદગીપૂવક પ્રસંગની ઉજવણી કરાઈ હતી જેમાં મંદિરના સાંખ્ય યોગી સાન્તા ફઈ રામબાઈ ફઈ તેમજ સત્સંગી સમાજના ઉપપ્રમુખ ધનજી કરસન પોકાર ના માર્ગદર્શન હેઠળ યુવા મંડળના સભ્યોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી.

રિપોટર: દર્શન સોની