ગામડામાં કોરોનાની સંખ્યામાં વધારો તો, શહેરમાં ઘટડો જોવા મળ્યો

દેશમાં 8 નવેમ્બરથી દર સપ્તાહે સરેરાશ 2.9 લાખ નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે એટલે કે દરરોજ સરેરાશ 41428 કેસ નોંધાય છે. આ ભલે વધારે ન લાગે પણ દેશના કુલ 718 જિલ્લામાંથી 284 જિલ્લામાં કોરોના વાયરસનો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. 24 થી 31 ઓક્ટોબરના મુકાબલે 21 થી 29 નવેમ્બરના સાપ્તાહિક નવા કેસની તુલના કર્યા પછી ખુલાસો થયો છે કે 284 જિલ્લામાં નવેમ્બરના અંતિમ સપ્તાહમાં નવા કેસની સંખ્યામાં વધારો થયો છે.આંકડાઓ જણાવે છે કે દેશના ગ્રામીણ વિસ્તારમાં નવા કોરોના કેસ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં કોવિડ-19 મહામારીથી થોડી-થોડી રાહત મળતી દેખાઈ રહી છે. આ 284 જિલ્લાના 55% એટલે કે 157 જિલ્લા ગ્રામ્ય વિસ્તારોના છે. બીજી બાજુ 21.1 % એટલે કે 60 જિલ્લા અર્ધ-શહેરી અને 16.9 % એટલે કે 48 જિલ્લા શહેરી વિસ્તારોના છે. સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ 90 હજાર કેસ આવી રહ્યા હતા એટલે કે જે 284 જિલ્લામાં નવા કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં 80%થી વધુ ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોના છે. જ્યાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી નથી. શહેરી ક્ષેત્રોમાંથી થોડી રાહત મળી રહી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં 77% કોરોના કેસ શહેરી વિસ્તારોમાંથી જ હતા. જ્યારે માત્ર 10% કેસ જ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળ્યા હતા. તારીખ 29 નવેમ્બરે કોરોના મામલે શહેરી ક્ષેત્રની ભાગીદારી ઘટીને 52% રહી ગઈ છે. ગ્રામ્ય ક્ષેત્રોની ભાગીદારી વધીને 24 % અને અર્ધ શહેરી ક્ષેત્રોની ભાગીદારી 21% થઈ ગઈ છે.જો ગ્રામ્ય અને અર્ધ શહેરી જિલ્લાને એક કરી દેવામાં આવે તો એપ્રિલના મુકાબલે નવેમ્બરમાં નવા કોરોના કેસની ઓછા દેખાય છે. પરંતુ તેનું મુખ્ય કારણ દરેક જિલ્લાના કુલ મામલા અને ટેસ્ટીંગ રેટમાં ભારે ફરક છે. અમુક જિલ્લાઓમાં ઘણા કેસ મળવાને કારણે બાકી જિલ્લાઓની સરેરાશ પણ વધારે થઈ ગઈ છે. 1000થી વધુ કોરોના કેસ વાળા 19 જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના મામલાના અડધા કેસ નવેમ્બર મહિનામાં જ મળ્યા છે.
-મળતી માહિતી મુજબ