નલિયામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખનાર બે શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ હતી.
અબડાસા તાલુકાના નલિયામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખનારા બે શખ્સોને એસ.ઓ. જી. ની ટીમે પકડી પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર અબડાસા તાલુકામા વાઇટલ એન્સ્ટો લેશન અને ખાનગી સુરક્ષા કંપનીઓને તપાસમાં એસઓજીની ટિમ પેટ્રોલિંગમા હતી. આ દરમ્યાન મળેલ વિગતોના આધારે નલિયા કોઠારા રોડ પર કોસ્ટગાર્ડ રેસીડન્સીના ગેટ પર ખાનગી સિક્યુરિટીના આઈસીએસના અંગેની નોધ નહીં કરાવતા દેવેન્દ્રસિંગ ધીરસિંગ નરવરિયા અને રાજેન્દ્રસિંગ રામકરણસિંગ નરવરિયાને ઝડપી પાડ્યા હતા. બન્ને પાસે ગન ,કારતૂસ જમા લેવાઈ છે. પોલીસે બન્ને શખ્સો સામે હથિયાર ધારા તળેની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.