આજ રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મુંદરા બ્રાન્ચે પ્રાન્ત અધિકારી ને સરકાર દ્વારા લેવા મા આવેલા “મીક્સોપથી” નિર્ણય ની વિરુદ્ધ મા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યુ

હાલ મા સરકાર  દ્વારા આયુર્વેદ તબિબો ને પણ સર્જરી ની છુટછાટ આપવાના નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ નોધાવવા મા આવેલ..

મુંદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડો નરેશ કેનિયા એ આ નિર્ણય  ને વખોડતા કહ્યુ કે આ નિર્ણય થી દેશ ની તબિબી સેવા ઓ ની ગુણવતા ને ભયંકર નુકસાન થઈ શકે છે…મોર્ડન પધ્ધતી ના લીધે આજે દેશ નુ મેડિકલ ક્ષેત્ર  અને મેડિકલ ટુરિઝમ ખુબ જ આધુનિક ઢબે વિકાસ પામ્યુ છે …સરકાર નો આ નિર્ણય તો જ યોગ્ય ગણાય જો અન્ય પેથી ના વિદ્યાર્થી ઓ ને એ વિષય ના ઉંડા અભ્યાસ ની સવલતો આપે…

અન્યથા આ નિર્ણય એટલે તુઘલખી નિર્ણય કહેવાય જેમા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા ની કહેવત જેવુ થાય..

આજ ના આવેદન પત્ર ના આ કાર્યક્રમ મા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મુંદરા વતી પ્રમુખ ડો નરેશ કેનિયા

મંત્રી ડો. કુદન મોદી ઉપ પ્રમુખ ડો મનોજ દવે ખજાનચી ડો મિતેષ પટેલ સહ મંત્રી ડો સમસુદિન દામાણી ઉપરાંત  ડો મંથન ફફલ .ડો નવાઝવ્હોરા.ડો વિનોદ પ્રજાપતિ. ડો રાહુલ પટેલ ડો રવિકુમાર જોડાયા હતા …

આવેદન પત્ર પ્રાંત અધિકારી ને કોવિડ ની ગાઇડલાઇન ના અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ ની તકેદારી રાખી ને પાઠવ્યુ હતુ…