બોટાદ ફાયર વિભાગ દ્વારા બરવાળા કોવિડ હોસ્પિટલ ખાતે ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું

 તાજેતરમાં બનેલ રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલ ની આગજનની દુર્ઘટના ને લઇને બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અધિકારીઓ કર્મચારીઓ ને  સંપૂર્ણ માહિતગાર કરવા ના હેતુસર અને આગજનનીની ઘટના માં કઈ રીતે શું કરવું ?..જેને લઇ બરવાળા તેમજ બોટાદ ફાયર વિભાગ  ઓફિસરો અને અધિકારીઓ દ્વારા બરવાળા ખાતે કોવિંડ હોસ્પિટલ ખાતે ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સ્ટેશનમાં બરવાળા પોલીસ સ્ટેશન  પી.એસ.આઇ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર  દુર્ઘટના વખત કઈ રીતે પગલા ભરવા અને કઈ રીતે આગ જનનીની ઘટનામાંથી લોકોને બચાવવા તે માટે ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.