અખબારનગર અંડરપાસમાં BRTS બસને ગમખ્વાર અકસ્માત નડ્યો

અમદાવાદ: અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં 132 ફૂટ રોડ પરના અખબારનગર અંદર પાસની દિવાલ સાથે ટકરાયેલી બસ કપાઈ જતા બે ફાડીયા થઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બસના ચાલકને બહાર કાઢ્યો હતો.બસમાં કોઈ વધારે પેસેન્જરો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. અખબારનગર અંદર પાસ પાસે બુધવારના બપોરે અખબારનગર અંદર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. બસ દીવાલ સાથે ટકરાતા જ તેના બે ફાડીયા થઈ ગયા હતા. બસના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી. ટ્રાફિક બી ડીવીઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. અકસ્માતને પગલે ટ્રાંફિક જામ થવા લાગ્યો હતો. સ્થાનિક યુવકો ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે તેના પ્રયાસમાં હતા.આ વિચિત્ર અકસ્માત જોવા લોકોના ટોળાં સ્થળ પર એકત્ર થયા હતા.ગણતરીની મિનિટોમાં આ અકસ્માતની ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બીઆરટીએસ બસના ચાલકે પેસેન્જર ઓછા હોવાથી બસ પુરઝડપે હંકારી હતી. દરમિયાન બે ધ્યાન થતા અંડર પાસની દિવાલ સાથે બસ ટકરાઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવર અને સુપરવાઇઝરને સારવાર માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તા.09.12.2020ના રોજ બપોરે 2.15 કલાક આસપાસ બીઆરટીએસ બસ ઓપરેશન દરમ્યાન ઇસ્કોન થી આરટીઓ રૂટ નંબર 15 ની બસ પ્રગતિ નગર થી આરટીઓ તરફ જતા અખબારનગર અંડરપાસ માથી પસાર થતી વખતે ટેકનિકલ કારણોસર બ્રીજના પિલર સાથે ટકરાતાં અકસ્માત થયેલ. ઉપરોક્ત બસ અકસ્માત સમયે બસમાં કોઈપણ પેસેન્જર હાજર ન હતા, તેમજ બસના ડ્રાઈવર રમેશ મકવાણા ગંભીર રીતે અને બસ સુપરવાઈઝર ચરણ ભાઈ સામાન્ય રીતે ઘાયલ હોઈ પ્રાથમિક તપાસ માં જાણવા મળેલ છે.
રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર