બોટાદના ફોરેસ્ટ ખાતા માં ભરતી થવા ઇચ્છુક વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

બોટાદ જિલ્લાના ફોરેસ્ટ ખાતા માં ભરતી થવા માટે ઇચ્છુક એવા વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી  વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ખાતા માં ભરતી માટે 2018 ની સાલ માં ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી જે તારીખ નક્કી કરવામાં આવેલ હતી તે તારીખે ભરતી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ હતી અને અન્ય તારીખ રાખવામાં આવેલ હતી જે બીજી તારીખે પણ પરીક્ષા અને ભરતી ન થતાં હાલમાં વિદ્યાર્થીઓ આ ભરતીની રાહ જોઈ રહ્યા છે જેને આજે બે વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ખાતા માં ભરતી કરવામાં આવી નથી અને હાલમાં પણ ફોરેસ્ટ ખાતા માં ૪૮ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ ચાર્જમાં ચાલે છે ત્યારે બોટાદ ના વિદ્યાર્થીઓ દ્વારા જલદીમાં જલદી ફોરેસ્ટ ખાતાની ભરતી થાય તે અંગેની તાકીદે કાર્યવાહી થાય તેવી માગણી સાથે આજરોજ બોટાદ કલેકટર ને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વધુમાં જણાવેલ છે કે જો તાકીદે આ મોકૂફ રાખેલ ફોરેસ્ટ ખાતાની ભરતી  કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે