માસ્ક વગર ફરતા ગુજરાતીઓએ ચુકવ્યો ૧૦૦ કરોડનો દડં

ગુજરાતભરમાં માસ્ક વગર ફરતા અને ખુલ્લે આમ થૂંકનારા લોકોએ ૧૦૦ કરોડનો દડં ભરી ચૂક્યા છે.પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વારંવારની સુચના અને વિનંતી પછી પણ નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી દડં વસૂલ કરવામાં આવ્યો છે.રાય દ્રારા આ બે ગુનાઓ માટે ૨૨ લાખથી વધુ લોકો પાસેથી જૂન મહિનાથી લઈને ૧૦મી ડિસેમ્બર સુધીમાં ૧૦૦.૦૮ કરોડનો દડં વસૂલાત કરાયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાની મહામારી આવી ત્યારથી ગુજરાતભરમાં કવોરન્ટાઈનના નિયમોનું ભગં કરનારા ૬૫,૮૫૫ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, કોવિડ ગાઈલડાઈન્સના નિયમોના ઉલ્લંઘન માટે રાયભરમાં ૨.૫ લાખ કેસોમાં ૩.૫ લાખ લોકોની અટકાયત કરવામાં આવી છે.