અમદાવાદ: પરિવારિક ઝઘડામાં એસિડ વડે કરાયો હુમલો

અમદાવાદમાં એસિડ વડે થયો હુમલો માધવપુરામાં આવેલા મહેંદીકૂવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા મુદ્દે નાનાં બાળકો અને મહિલા પર એસિડ એટેકનો બાનવ બન્યો. ભત્રીજાએ કાકાના આખા પરિવાર પર એસિડ છાંટ્યો હતો, જેમાં પરિવારની બે બાળકીઓ અને એક બાળક સહિત ચાર જણના ચહેરા ખરાબ થઈ ગયા છે. મકાન અને રૂપિયાની લેતી દેતી બાબતે પરિવાર વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે ઘણા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાને અંતે ભત્રીજાએ આ પગલુ ભર્યું હતું.
માધવપુરાના મહેંદી કૂવા વિસ્તારમાં કંચનબહેનની ચાલીમાં લક્ષ્મીબહેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરી સાથે રહે છે. લક્ષ્મીબહેને તેમના કાકા સસરા મોહન દંતાણી પાસેથી છ વર્ષ પહેલાં એક મકાન ખરીદ્યું હતું. તેણે બારીમાંથી ડબ્બો ઊંચો કરીને અંદર એસિડ ફેંક્યો હતો. આ એસિડ અંદર સૂઈ રહેલા લોકો પર પડ્યો હતો.
આ એસિડ એટેકમાં લક્ષ્મીબહેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તથા 10 વર્ષના દીકરા દાઝ્યા હતા. બધાના ચહેરા ઉપર એસિડ પડતાં તેઓ દર્દથી કણસતા હતા. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના ની પોલીસે તપાસ હાથ ધરી છે.