હૈદરાબાદ: દવાની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં, 8 લોકો ગંભીર

હૈદરાબાદ: દવાની ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 7થી 8 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ફેક્ટરીમાં આગ વિસ્ફોટને પગલે લાગી હતી. ગંભીરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક પ્રત્યક્ષદર્શી દ્વારા બનાવવામાં આવેલા વિડિયોમાં ફેક્ટરીમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે.પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું, કે આગને કાબૂ કરવામાં આવી હતી. આ ફેક્ટરીમાં આગ લાગવાથી આજુબાજુના વિસ્તારમાં ગેસ લીકેજ અથવા કોઈ અન્ય જોખમ થયું નથી. આગ લાગવાની સૂચના મળતાં ફાયરબ્રિગ્રેડની ગાડીઓ આગ બુઝાવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ આગ કયાં કારણોસર લાગી હતી, એની વિગતો હજુ મળી નથી.