કામરેજના વિહાણ પાસે અજાણ્યા વાહન ટક્કર મારતા બાઇક ચાલકનું મૃત્યુ નીપજયું

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોટી ફળોદ ગામનો યુવાન બાઇક લઈ વિહાણ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ બારડોલી તાલુકાનાં મોટીફળોદ ગામે ઝાપા ફળિયામાં રહેતા ચેતનભાઈ રમેશભાઈ ચૌધરી નાઓ સ્પ્લેન્ડર મો.સા નંબર જીજે-19-એક્યૂ-9202 ઉપર સવાર થઈ રાત્રિના સમયે કામરેજ તાલુકાનાં વિહાણ ખાતે કોઈ કામ માટે જઈ રહ્યો હતો. તે દરમ્યાન વિહાણ ગામની સીમમાં નગોડથી વિહાણ તરફ જતાં રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેની બાઇકને ટક્કર મારતા રોડની બાજુમાં આવેલ ખાડામાં પડતાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.બનાવ અંગે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ જારી.