મોડાસા: કઉં-કુકરી ગામ માંથી પાંચ શખ્સોને LCBએ બાતમીના આધારે દબોચી લીધા
copy image

અરવલ્લી LCB પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઉં-કુકરી ગામમાં આવેલી પ્રાથમીક શાળાના બાજુમાં ખુલ્લા મેદાનમાં શખ્સો હારજીતની બાજી લગાવી બેઠા હોવાની બાતમી મળતા તાબડતોડ કઉં-કુકરી ગામે દરોડો પાડી ખુલ્લી જગ્યાને કોર્ડન કરી ગોળ કુંડાળું કરી ૫૧૦૦ રૂપિયાની બાજી લગાવી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ શખ્સો ને ઝડપી પાડી રૂ.૧૧૧૦૦ મળી કુલ.રૂ.૧૬૧૦૦ની રોકડ કબ્જે કરી ૫ ખેલીઓ સામે મોડાસા રૂરલ પોલીસ મથકમાં જુગારધારા કલામ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.