જુનાગઢ: જેલમાંથી પ્રતિબંધિત તમાકુ, મોબાઈલ જેવી ચીજવસ્તુઓ મળી આવી

(જુનાગઢ) જુનાગઢ જેલના સ્ટાફે ચેકીંગ કરતાં બેરેક નં. 14માંથી 2 મોબાઈલ ફોન મળ્યા હતા. આ અનુસાર કાચા કામા કેદી વિરુધ્ધ એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.
જુનાગઢ જેલમાંથી છાસવારે પ્રતિબંધિત તમાકુ, મોબાઈલ જેવી ચીજવસ્તુઓ મળી રહી છે. બુધવારે પણ ચેકીંગ કરતાં જેલમાં ઝડતી સમયે સર્કલ 22 બેરેક 14માંથી કાચા કામના કેદી પપ્પુ શંકરભઇ મૈડાના બિસ્તરમાંથી સીમકાર્ડ અને 2 મોબાઈલ મળી આવ્યા હતા. જેની કાર્યવાહી એ ડીવીઝન પોલીસે હાથ ધરી છે.