ધોરાજીના વાડોદર ગામમાં પત્તા ટિંચતા 8 શખ્સોને પકડી પાડ્યા


ધોરાજીના વાડોદર ગામમાં જુગાર રમતા આઠ શખ્સોને પકડી પાડ્યા હતા.આ બાબતે મળતી માહિતી એવા પ્રકારની છે કે, પાટણવાવના પીએસઆઈ વાય.બી. રાણાને મળેલ પૂર્વ બાતમીના આધારે પીએસઆઈ રાણા તથા સ્ટાફે વાડોદર ગામે દોડી ગયા હતા અને ભરત ભુપતભાઈ છૈયાની વાડીએ રેડ પાડી હતી. જેમાં અજીતભાઈ માડાભાઈ સોનારા, રમેશભાઈ મુળજીભાઈ મીયાત્રા, રમેશભાઈ મેણંદભાઈ ખટારીયા, રાજેશ અમૃતલાલ જાગાણી, નીખીલ રમણીકભાઈ ધામી, અશરફભાઈ હમીરભાઈ સાયરા, દેવાંગભાઈ દિનેશભાઈ વીરડા, જીતેન્દ્ર ગોવિંદભાઈ રાધાણી સહિતનાને રોકડા 1,20,390 તથા મોબાઈલ નંગ 8 તેમજ મોટર સાયકલ નંગ 4 મળી કુલ 3,40,390ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.આ બનાવની તપાસ પીએસઆઈ વાય.બી.રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.
-મળતી માહિતી મુજબ