ભુજ શહેરમાં એક શિક્ષિકા સાથે કરાયો લૂંટવાનો પ્રયાસ


એક શિક્ષિકા શ્વેતાબેન રુચિર ઠક્કર ગુરુવારે સવારે વોક કરી પરત આવી રહ્યા હતા ત્યારે સેવન સ્કાય નજીક અજાણ્યા લૂંટારાઓએ ઝપાઝપી કરી મોબાઇલ લઈ ભાગી ગયા હતા. ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ એરપોર્ટ રસ્તે સેવન સ્કાય સિનેમાની ઉત્તરે પાર્કિંગવાળી દીવાલ પછી શિવ આરાધના સોસાયટી તરફ જતા કાચા રસ્તે આ બનાવ સવારે 8:00 કલાકે બનયો હતો. અચાનક ધસી આવેલા લૂંટારાઓ મોં દબાવી ગળાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષિકાએ બચાવમાં કોણી મારતાં તે ફસડાયો હતો પણ જીન્સના ખિસ્સામાંથી કિંમતી મોબાઇલ લઇ ભાગી ગયા હતા. આ ઘટના સમયે દૂધની ફેરીવાળી વ્યક્તિ ત્યાં આવી જતાં તે નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને એકલી મહિલાઓ બહાર નીકળવામાં ભય અનુભવતી હતી. સોસાયટીના લોકો દ્વારા પોલીસ પેટ્રોલિંગની માગણી કરવામાં આવી હતી.
-મળતી માહિતી મુજબ