કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મદિન નિમિતે ભુજના ડો.આંબેડકર ભવન ખાતે ૧૦૬ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી.
લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું ન્યુ દિલ્હીના એડીપ સ્કિમ અંતર્ગત ડો.આંબેડકર ભવન ખાતે કચ્છના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિન નિમિતે કચ્છના ૧૦૬ દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરાયા હતા. જેના સમગ્ર જિલ્લાને આવરી લેવાયો હતો. આ સાધન સહાયમાં ૨૪ ટ્રાઇસિકલ,૨૫ વ્હીલચેર,૮ બગલઘોડી,૨૬ કાનના મશીન, ૧૧ બ્લાઇન્ડ સ્ટિક તેમજ ૧૨ કૃત્રિમ હાથ-પગ અર્પણ કરાયા હતા. પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા તેમજ ભાડાના ચેરમેન કિરીટભાઇ સોમપુરા,કચ્છ કલ્યાણ સંઘના પ્રમુખ નવીનભાઈ વ્યાસ,સમાજ સુરક્ષા અધિકારી N.S.ચૌહાણ,કચ્છ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ બાબુભાઇ વરચંદ,ભુજ શહેર અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઇ દાફડા તેમજ લાઇન્સ કલબ કચ્છ ફસ્ર્ટ આઇટના પ્રમુખ બાલદેવભાઇ પરમાર તેમજ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.