રાપર ખાતે કિશોરી મેળા મા મહિલા સુરક્ષા અંગે કાર્યક્રમ યોજાયો

રાપર: આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા પંચાયત. આઇસીડીએસ મહિલા બાળ વિકાસ વિભાગ. સમાજ સુરક્ષા વિભાગ. તેમજ સામાજિક સંસ્થા દ્વારા આજે રાપર તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા ના અધ્યક્ષતામાં કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર તાલુકામાં થી લગભગ ગામે થી કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા કોવિડ 19 અંતર્ગત સોશિયલ ડીસ્ટીંગ ના અમલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓ અને મહિલાઓ ને પારાવારિક હિંસા થી મહિલા ને રક્ષણ આપતા કહ્યું કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી કામકાજ ના સ્થળ પર મહિલાઓ ની જાતિય સતામણી નિવારણ અંગે મહિલાઓ માટે કાયદાકીય યોજનાઓ અંગે માહિતી. બેટી બચાવો બેટી ભણાવો. દિકરી ના અધિકારો આશાઓ અને આકાંક્ષા અંગે સમજણ આપવામાં આવી હતી ઉપરાંત બાળ લગ્નો અંગે સમજણ આપી હતી સમાજ સુરક્ષા વ્યક્તિ વિશેષ છે બાળકો માટે જુદી જુદી યોજનાઓ અંગે તેમજ પાલક માતા પિતા ને સરકાર વિવિધ યોજનાઓ માટે સમજણ આપવામાં આવી હતી ઉપસ્થિત કિશોરી ઓ અને મહિલાઓ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિકરી અને મહિલા ઓ માટે જુદા જુદા પ્રકારના કાયદાકીય અને યોજનાઓ અંગે કામગીરી કરી છે તે અંગે સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમ મા તાલુકા વિકાસ અધિકારી ડી. જે ચાવડા. સીડીપીઓ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર સમાજ સુરક્ષા અધિકારી એન. એસ. ચૌહાણ. ચેતન પેથાણી. ભાવનાબેન ઘરવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન ધર્મેન્દ્ર હોથી એ અને આભાર વિધિ જીગ્નેશ પરમાર એ કર્યું હતું કાર્યક્રમ મા આઇસીડીએસ. તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.